The Chikhli Khergam Taluka Teachers' Co-operative Credit Societyના પ્રમુખપદે અશ્વિનભાઈ પટેલનો ભવ્ય વિજય ચીખલી, તા. 2 ઓગસ્ટ: ધી ચીખલી તા. ટી. કો. ઓ. કે. સોસાયટી લિ., ચીખલીની પ્રમુખપદની ચૂંટણી વિદ્યાકુંજ પ્રાથમિક શાળા, સમરોલી ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. પ્રમુખપદ માટે શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ પટેલ અને શ્રી વિજયકુમાર ચીમનભાઈ નાયકા વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા સત્તાવાર પરિણામ મુજબ શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ પટેલને 656 મત મળ્યા હતા, જ્યારે શ્રી વિજયકુમાર ચીમનભાઈ નાયકાને 167 મત પ્રાપ્ત થયા હતા. આ રીતે 489 મતની જંગી સરસાઈથી શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ પટેલે ભવ્ય વિજય નોંધાવ્યો હતો. ચૂંટણી અધિકારીએ શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ પટેલને ધી ચીખલી તા. ટી. કો. ઓ. કે. સોસાયટી લિ., ચીખલીના પ્રમુખ તરીકે સત્તાવાર રીતે વિજેતા જાહેર કર્યા હતા. વિજયના સમાચાર પ્રસરી જતા શિક્ષકમિત્રો, સભ્યો અને શુભેચ્છકોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. સૌએ નવનિર્વાચિત પ્રમુખશ્રીને શુભેચ્છાઓ પાઠવી સોસાયટીના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ, સભ્યોના કલ્યાણ અને શિક્ષકહિતના કાર્...
દેશ માટે ગોલ્ડ મેડલ જીતી આદિવાસી દીકરીએ ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... દેશ માટે ગોલ્ડ મેડલ જીતી ગુજરાતને અપાવ્યું ગૌરવ... સુરતના 42 વર્ષીય પોલીસ કોન્સ્ટેબલ રેખાબેન વસાવાએ કઝાકિસ્તાનમાં યોજાયેલી ‘વર્લ્ડ સ્ટ્રેન્થ લિફ્ટિંગ ચેમ્પિયનશિપ-2024’માં 80 કિ.ગ્રા.થી વધુ વજનની કેટેગરીમાં ગોલ્ડ મેડલ મેળવ્યો... #Champion 🏆 #Surat #Constable #Achivement pic.twitter.com/PmfjfWcLWV — Gujarat Information (@InfoGujarat) July 26, 2024