The Chikhli Khergam Taluka Teachers' Co-operative Credit Societyના પ્રમુખપદે અશ્વિનભાઈ પટેલનો ભવ્ય વિજય ચીખલી, તા. 2 ઓગસ્ટ: ધી ચીખલી તા. ટી. કો. ઓ. કે. સોસાયટી લિ., ચીખલીની પ્રમુખપદની ચૂંટણી વિદ્યાકુંજ પ્રાથમિક શાળા, સમરોલી ખાતે શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ હતી. પ્રમુખપદ માટે શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ પટેલ અને શ્રી વિજયકુમાર ચીમનભાઈ નાયકા વચ્ચે સીધી ટક્કર જોવા મળી હતી. મતગણતરી પૂર્ણ થયા બાદ જાહેર થયેલા સત્તાવાર પરિણામ મુજબ શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ પટેલને 656 મત મળ્યા હતા, જ્યારે શ્રી વિજયકુમાર ચીમનભાઈ નાયકાને 167 મત પ્રાપ્ત થયા હતા. આ રીતે 489 મતની જંગી સરસાઈથી શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ પટેલે ભવ્ય વિજય નોંધાવ્યો હતો. ચૂંટણી અધિકારીએ શ્રી અશ્વિનભાઈ રમેશભાઈ પટેલને ધી ચીખલી તા. ટી. કો. ઓ. કે. સોસાયટી લિ., ચીખલીના પ્રમુખ તરીકે સત્તાવાર રીતે વિજેતા જાહેર કર્યા હતા. વિજયના સમાચાર પ્રસરી જતા શિક્ષકમિત્રો, સભ્યો અને શુભેચ્છકોમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું. સૌએ નવનિર્વાચિત પ્રમુખશ્રીને શુભેચ્છાઓ પાઠવી સોસાયટીના સર્વાંગી વિકાસ, પારદર્શક વહીવટ, સભ્યોના કલ્યાણ અને શિક્ષકહિતના કાર્...
ઇતિહાસ ચાંપાનેર |History of chanpaner ઇતિહાસ ચાંપાનેર શહેરની આસપાસ વણાયેલો છે. વલ્લભીનો શિલાદીત્ય 5 માના સંવત 404-441( ઇ.સ.348-385)ના તામ્ર લેખમાં ગોધરા હક એટલે હાલના ગોધરા ખાતે નંખાયેલી વિજય છાવણીનો ઉલ્લેખ છે. અણહીલવાડના પ્રથમ રાજ્યકર્તા વનરાજના રાજ્યકાળ દરમ્યાન સાતમી સદીમાં( ઇ.સ.647માં) ચાંપાનેરની સ્થાપના થઇ હોવાનું કહેવાય છે. તેરમી સદીના અંતમાં (1297માં) અલાઉદ્દીન ખીલજીની સરદારી હેઠળના મુસલમાનો ખીચીવાડાથી પાછા હઠતા, ચૌહાણો આ દેશના રાજ્યકર્તા બન્યાં.સને 1484માં મહંમદ બૈગડાએ ચાંપાનેર જીતી લીધું. ત્યાં સુધી ચૌહાણોની સત્તા ચાલુ રહી હતી. મિરત-એ-સીકંદરી( ઇ.સ.1611)ના લેખકે આ પ્રદેશના ફળોની મુક્તકંઠે પ્રશંસા કરી છે. આખી સલ્નતમાં આપણા દેશની કેરી સર્વશ્રેષ્ઠ ગણી છે. ઘર બાંધવામાં વાપરી શકાય એટલો ચંદનના લાકડાનો જથ્થો હોવાનું જણાવ્યું છે. મોગલ શહેનશાહના અમલ દરમ્યાન (ઇ.સ.1573-1727) ગોધરાએ જીલ્લાનું મુખ્ય મથક બન્યુ. વોટસને ગુજરાતના ઇતિહાસમાં જણાવ્યું મુજબ 17મી સદીમાં તેનો જંગલી હાથીઓના શિકારના પ્રદેશ તરીકેનો ઉલ્લેખ છેસને 1727માં કાંન્તાજી કદમ બાંડેના પાલક પુત્ર કૃષ્ણાજીએ ચાંપાનેર...

Comments
Post a Comment